ડીસા ગ્રાહક સુરક્ષા ની નોટીસ મળતાજ વિમાન કંપનીએ રૂ. 41,525/- ચુકવ્યા….

ડીસા : – શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા એક અખબારી યાદી માં જણાવે છે કે, એક બાજુ વૈશ્વિક મહામારી કોરોના એ હાહાકાર મચાવ્યો છે તો બીજી બાજુ કોરોના મહામારી નો આશરો લઈ કેટલાક વ્યાપારિક ઉદ્યમોએ અનૈતિક વ્યાપાર પદ્ધતિ અપનાવી છે. અને એમાં વિમાન કંપનીઓ અગ્રતા ક્રમે છે. કોરોના કાળ પહેલા યાત્રિકોએ યાત્રા માટે બૂક કરાવેલ ટિકિટો અંગે ફ્લાઇટ કેન્સલ થયેલ હોવા છતાં ગ્રાહકોના નાણાં પરત ન આપતાં ગ્રાહકો હાલાકી ભોગવી રહ્યા છે. એવી જ હાલાકી ભોગવતા વડોદરાના એક ગ્રાહકે જાણીતી ગ્રાહક હિત હકક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ને ફરિયાદ કરતાં અને સંસ્થા એ વિમાન કંપની કંપની ને નોટિસ આપતા ની સાથે જ વિમાન કંપની કંપની એ ગ્રાહક ને પૂરે પૂરે નાણાં પરત કરી દીધા છે.

ફરિયાદ ની વિગતો મુજબ વડોદરા ના ડો. ગાર્ગી પંડિત એ પોતાના પરિવારના ચાર સભ્યો સાથે મે મહિનામાં નેપાળ ની યાત્રા કરવા ઇન્ડીગો વિમાન કંપની કંપની પાસે થી રૂ. 41525/- ની ટિકિટ લીધેલ હતી. પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરતાં તમામ ફ્લાઇટસ રદ્દ થયેલ. આ યાત્રા રદ્દ થતાં ગ્રાહકે નાણાં પરત આપવા વિમાન કંપની ને વારંવાર વિનંતિઓ કરેલ  ત્યારે વિમાન કંપની કંપની એ ગ્રાહક ને નાણાં પરત કરવાથી ઇનકાર કરી એક વર્ષ માટે યાત્રા કરવા માટેની ક્રેડિટ સેલ આપેલી.  પરંતુ કોરોનાની સ્થિતિ જોતાં ગ્રાહક યાત્રા કરવા માંગતા ના હોઇ ગ્રાહકે કંપની ને ફરી થી ઈમેલ કરી યાત્રા ન કરવા અને પૂરે પૂરા નાણાં પરત આપવા રજુવાત કરેલી. પરંતુ વિમાન કંપની ગ્રાહક ને અલગ અલગ બહાના બતાવી અને નાણાં ચૂકવવામાં ગલ્લા તલ્લા કરતાં હોઇ ગ્રાહકે જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા ની કચેરીને લેખિત ફરિયાદ આપેલી.

ફરિયાદને ગંભીરતાથી લઈ સંસ્થા ના પ્રમુખ કિશોર દવે એ ઇન્ડીગો વિમાન કંપનીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 2019 ની જોગવાઇઓ મુજબ નોટિસ આપતાં વિમાન કંપનીએ ગણતરીના દિવસોમાં જ ગ્રાહકનાં પૂરે પૂરા નાણાં રૂ. 41,525/- ગ્રાહક ને ચૂકવી આપેલા. આમ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કાર્યવાહીથી વધુ એક ગ્રાહકને ન્યાય મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ એ ગ્રાહક હિત હક્ક માટે ની સરકાર માન્ય રજિસ્ટર્ડ સંસ્થા છે અને ભારતીય બંધારણની મર્યાદા માં રહી શોષિત અને પીડિત ગ્રાહકો ને ન્યાય અપાવવાની કામગીરી બિન રાજકીય રીતે કરે છે. સંસ્થા એ આજ સુધી 1000 થી વધુ ફરિયાદો માં કાર્યવાહી કરી રૂ. 10 કરોડ થી વધુ વળતર ગ્રાહકો ને પરત અપાવ્યું છે.   

English Gujarati Hindi
Supportscreen tag