વીમા કંપની પાસે થી રૂ. 3,49,218/- + 8% વ્યાજ તેમજ ફરિયાદ ખર્ચના રૂ. 3,000/- અપાવ્યા….

થરાદ તાલુકાનાં પીલુડા ગામના રહેવાસી અને ટ્રાન્સપોર્ટના વ્યવસાયથી સંકળાયેલા સગથાભાઇ કરસનભાઇ રાજપૂતે પોતાના વાહનનો વીમો ધી ન્યુ ઈન્ડિયા ઇન્સુરન્સ કંપની પાસેથી મેળવેલ હતો. વીમા પોલિસી અમલ માં હતી તે દરમિયાન ગ્રાહકના વાહન નો અકસ્માત થતાં ગ્રાહકે વીમા ક્લેઇમ મુક્તા વીમા કંપનીએ ગ્રાહક નો ક્લેઇમ નામંજૂર કરી દીધેલ.

્રાહકે ઘણા પ્રયાસો કરવા છતાં વીમા કંપની ગ્રાહક નું સાંભળતી ના હોઇ ગ્રાહકે ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રીજાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ નો સંપર્ક કરી સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટી કિશોરભાઇ દવે ને લેખિત ફરિયાદ આપેલ.

ગ્રાહક ની ફરિયાદને ગંભીરતાથી લઈ શ્રી દવે એ નોટિસ વિગેરેની કાર્યવાહી કરતા અને વીમા કંપની દ્વારા કોઈ જ જવાબ ના આપતા શ્રી દવે એ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદના અનુસંધાને શ્રી દવેની ધારદાર દલીલો ને માન્ય રાખી ગ્રાહક અદાલતના પ્રમુખ ડી. વાય. મલિક, સભ્ય શ્રી રીટાબેન પંચાલ અને બી.કે.ત્રિવેદીએ વીમા કંપની ને રૂ. 3,49,218/- ફરિયાદ કર્યા તારીખ થી 8% વ્યાજ તેમજ ખર્ચના રૂ. 3,000/-  ગ્રાહક ને ચૂકવી આપવા આદેશ કરેલ.

આમ શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળની કાર્યવાહીથી ગ્રાહકને તેના નાણાં પરત મળતા ન્યાય મળેલ…

English Gujarati Hindi
Supportscreen tag