Press Release 7/1/2019

બનાસકાંઠા ગ્રાહક અદાલતનો સીમાચિહ્નરૃપ ચુકાદો
વીમા ક્લેઇમ ના 75 ટકા ફરિયાદ ખર્ચ અને વ્યાજ સહિત રૂપિયા 386282 ચૂકવવા હુકમ
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ પ્રયત્નોથી વધુ એક ને ન્યાય મળ્યો

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ વતી પ્રિતેશ શર્મા એક અખબારી યાદીમાં જણાવે છે કે, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા એ ગ્રાહકોના હિત અને હક્કો માટે છેલ્લા 15 વર્ષથી પ્રયત્નશીલ છે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ હર હંમેશ ગ્રાહકોની પડખે ઉભા રહી ન્યાય અપાવતી સંસ્થા ને તાજેતરમાં ધી ન્યૂ ઇન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની ની સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિ સામે લડત આપી શોષિત થયેલા ગ્રાહકને ન્યાય અપાવવામાં સફળતા મળી છે.
ફરિયાદની વિગતો મુજબ થરાદ તાલુકાના પીલૂડાં ગામે રહેતા સગથાભાઈ કરશનભાઈ રાજપૂતે પોતાના વાહન રજીસ્ટ્રેશન નંબર GJ08 Z 4346 નો વીમો ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી લીધેલ હતો વીમા પોલિસી અમલ હતી તે દરમિયાન વાહન ને અકસ્માત થતા ગાડી રીપેર કરાવવા માં ગ્રાહકને 4,65,624/- નો ખર્ચ થતા ગ્રાહક એ વીમા કંપનીને જાણ કરી જરૂરી દસ્તાવેજો પૂરા પાડી વીમા ક્લેમ મુકેલો.
ગ્રાહકનો વીમા ક્લેમ મળતા વીમા કંપનીએ વીમા પોલીસી ની શરત નંબર 8 નો ભંગ થયેલ હોવાનું જણાવી વીમા ક્લેમ નામંજુર કરેલ. વીમા કંપની દ્વારા વિમા ક્લેઇમ નામંજૂર કરાતા ગ્રાહકએ રિસાલા જૈન દેરાસર સામે, ડીસા ખાતે આવેલ ગુજરાત ની જાણીતી ગ્રાહક હિત રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મેનેજીંગ ટ્રસ્ટી કિશોર દવેને રૂબરૂ મળી લેખિત ફરિયાદ આપેલી ગ્રાહકની ફરિયાદના આધારે તે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ એ વીમા કંપનીને નોટિસ આપ્યા બાદ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં ફરિયાદ નંબર 219 2017 થી ફરિયાદ દાખલ કરેલી જે ફરિયાદ ચાલી જતા બનાસકાંઠા ગ્રાહક અદાલત ના પ્રમુખ શ્રી ડી વાય મલિક, સભ્ય શ્રી બી કે ત્રિવેદી, સભ્યશ્રી રીટાબેન પંચાલ ની જ્યૂરી એ ગ્રાહક ચળવળકાર કિશોર દવે ની ધાર ધાર દલીલોને માન્ય રાખી નોન સ્ટાન્ડર્ડ ઉપર રીપેરીંગના બિલના 75 ટકા રકમ ફરિયાદ ફરિયાદીને મળવાપાત્ર થતી હોવાનું ઠરાવી રૂપિયા ૩,48,218 ફરિયાદ તારીખ 7 /10/ 2017 થી 8% વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચના 3000 મળી કુલ રૂ. 3,86,282/- ચૂકવવા હુકમ ફરમાવેલ છે.
બનાસકાંઠા ગ્રાહક અદાલત આ ચુકાદો સીમાચિન્હરૂપ છે જે વીમા કંપનીઓને જવાબદારીનું ભાન કરાવે છે જ્યારે ગ્રાહકો માટે વીમા કંપનીઓની છેતરામણીથી સાવધ થવાનો સંદેશ આપે છે બનાસકાંઠાની ગ્રાહક અદાલત ના આવા ચુકાદાથી ગ્રાહક અદાલતો પ્રત્યેની શ્રદ્ધા નિર્માણ થવા પામી છે તેમજ આ ચુકાદાને ગ્રાહક ચળવળકારો અને ગ્રાહક સુરક્ષા મંડળ ઓએ ગ્રાહક હિત માટે ના પગલાં રૂપ ગણાવી આવકાર્યો છે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રયત્નોથી અનેક ગ્રાહકોને ન્યાય મળ્યો છે તેમ તેમ આજે એક વધુ ગ્રાહકને ન્યાય અપાવવામાં સફળતા મળી છે.

English Gujarati Hindi
Supportscreen tag