ડીસામા દૂધની થેલી ના એમ.આર.પી. કરતા વધુ ભાવ લેનાર ડેરી ઉપર શ્રીજાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ અને તોલમાપ ખાતાની કાર્યવાહિ….

શ્રી બી.કે.કડવા પાટીદાર સંસ્કાર મંડળ-પાલનપુર ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી કરાઇ
December 26, 2019
Case No. CC/18/137
October 8, 2020
Show all

ડીસામા દૂધની થેલી ના એમ.આર.પી. કરતા વધુ ભાવ લેનાર ડેરી ઉપર શ્રીજાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ અને તોલમાપ ખાતાની કાર્યવાહિ….

ભાવ વધુ લેનાર વેપારીને રુ. 2000 નો દંડ…..

ડીસા શહર મા એમ.આર.પી. કરતા વધુ ભાવ લેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જે ફરોયાદો પૈકી એક ફરિયાદ જાણિતી ગ્રાહક હિત, હકક રક્ષક સંસ્થા શ્રીજાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીઍ પહોચતાં શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ અને તોલમાપ ખાતા ઍ સંયુક્તરીતે તપાસ કરી કાર્યવાહિ કરી હતી.
ફરિયાદની વિગતો મુજબ ડીસા ખાતે ગાયત્રી મંદિર રોડ ખાતે આવેલ હનુમાન ડેરી એન્ડ પાર્લર ખાતે થી તા. 28/09/2020 ના રોજ એક જાગૃત ગ્રાહકે અમુલ ગોલ્ડ દૂધ ની થેલી ખરીદી હતી જે થેલી ઉપર એમ.આર.પી. રુ. 28 લખેલ હોવા છતા દુકાનદારે ગ્રાહક પાસે થી રુ. 29/- વસુલ લીધેલ હતા. ગ્રાહકે આ બાબતે જાગૃતતા બતાવી ડીસા ખાતે આવેલ જાણિતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થાના પ્રમુખ કિશોર દવે ને લેખીત ફરિયાદ આપી હતી.
શ્રી દવે ઍ ફરિયાદ ને ગંભીરતાથી લઈ તોલમાપ વિભાગ ને જાણ કરતા આજ રોજ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્મા અને તોલમાપ ઇન્સ્પેક્ટર પી.એમ.દેસાઈ ઍ ડેરી ઉપર જઈ ઓચિંતી તપાસ હાથ ધરતા દુકાનદાર વધુ ભાવ લેતા હોવાનુ સ્પષ્ટ થતાં કાર્યવાહિ કરી રુ. 2,000/- નો દંડ ફટકાર્યો હતો.
આ કિસ્સો ડીસામા એમ.આર.પી. કરતા વધુ ભાવ વસુલનારા દુકાનદારો માટે લાલ બત્તી સમાન છે.
આ અંગે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા ઍ જણાવેલ છે કે, મોટાભાગે 1-2 રુપિયા માટે ગ્રાહક ફરિયાદ કરતા નથીં અને ગ્રાહકની જતુ કરવાની ભાવના થી આવી અનૈતિક વેપાર પદ્ધતિ આચરનારાઓ ના હૌસલા બુલંદ થાય છે. જેથી જતુ કરવાની ભાવના છોડી આવા તત્વો વિરુદ્ધ જે કોઇ ગ્રાહક ફરિયાદ કરશે તો ગ્રાહકોની પડખે અભી રહનાર સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ જરુર કાર્યવાહિ કરશે.

https://m.facebook.com/story.php?story_fbid=3159801334130967&id=151587311619066

https://m.facebook.com/story.php?story_fbid=3159798364131264&id=151587311619066

https://m.facebook.com/story.php?story_fbid=3159783794132721&id=151587311619066

1 Comment

  1. Pretty nice post. I simply stumbled upon your weblog and
    wished to say that I have truly enjoyed browsing your weblog posts.
    After all I will be subscribing on your feed and I am hoping
    you write again very soon!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English Gujarati Hindi
Supportscreen tag