શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કાર્યવાહી થી ગ્રાહક ને ગણતરીના કલાકોમાં મળ્યો ન્યાય

સંસ્થાની કાર્યવાહીથી ગેસ કંપનીએ ગણતરીના કલાકોમાં ગ્રાહકને બોલાવી ડિપોઝિટના નાણાં પરત આપ્યા

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળએ છેલ્લા 18 વર્ષ થી ગ્રાહકોના હિતો અને હક્કો માટે બિનરાજકીય રીતે લડત આપી રહી છે. બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારના ગ્રાહકોને રૂ. પંદર કરોડ થી વધુ વળતર અપાવવામાં સંસ્થાને સફળતા મળી છે. પરિણામે શોષિત અને પીડિત ગ્રાહકોનો શ્રીજાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ પ્રત્યેનો વિશ્વાસ દ્રઢ થયો છે. અને શોષિત પીડિત ગ્રાહકોને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળમાં ઉમ્મીદની કિરણ દેખાય છે. ડીસા ના આવા જ એક ગ્રાહક શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીએ ન્યાયની ઉમ્મીદ લઈને આવી પહોંચ્યા હતા અને સંસ્થા ફરી એક વાર ગ્રાહકની ઉમ્મીદો પર ખરી ઉતરી આવી છે.

ગ્રાહકની ફરિયાદ મુજબ ડીસા ખાતે નવદુર્ગા સોસાયટી માં રહેતા નિવૃત કર્મચારી પ્રજાપતિ રણછોડભાઈ વસરામભાઈ એ દોઢ વર્ષ અગાઉ ગેસ કનેક્શન મેળવવા માટે આઈ. આર. એમ. પ્રા. લી. કંપની માં ડિપોજિત પેટે રૂ. 5,925/- જમા કરાવ્યા હતા. પરંતુ વિવિધ કારણો જણાવી ગેસ કંપની ગ્રાહકને ગેસ કનેક્શન આપતી ન હતી. જેથી કંટાળીને ગ્રાહકે ગેસ કંપની પાસે ભરેલા નાણાં પરત કરવાની માંગણી કરેલી.

ગ્રાહક – રણછોડભાઈ વસરામભાઈ પ્રજાપતિ

ગ્રાહકે ભરેલા નાણાં પરત કરવા માટેની રાજુવાત કરેલ હોવાને છ: મહિના વ્યતીત થયેલ હોવા છતાં ગેસ કંપની ગ્રાહક ના નાણાં પરત કરતી ન હતી અને ગ્રાહકને ધક્કે ચડાવતી હતી.

ગેસ કંપનીના ધક્કા ખાઈને કંટાડેલા ગ્રાહકે ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળની કચેરીએ આવી પોતાની આપવીતી રજૂ કરી લેખિત ફરિયાદ આપેલી.

ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ સંસ્થાએ ત્વરિત કાર્યવાહી હાથ ધરતા ગેસ કંપની હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકો માં ગ્રાહકને બોલાવી ગ્રાહક પાસે થી વસૂલ લીધેલ ડિપોઝિટના નાણાંનો ચેક આપેલ હતો. ગણતરીના કલાકોમાં જ ગ્રાહકને ન્યાય મળતા ગ્રાહક ઉત્સાહે ભરાયા હતા અને શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળની ટિમમો આભાર માન્યો હતો.

English Gujarati Hindi
Supportscreen tag