:: વીમાના દાવા અને ગ્રાહક સુરક્ષા ::

:: વિમાના દાવા અને ગ્રાહક સુરક્ષા ::

વાલા ગ્રાહક મિત્રો

ગ્રાહક સુરક્ષા ના કાયદા મુજબ માનવી જન્મથી મૃત્યુ પર્યંત ગ્રાહક છે ત્યારે આપણે ગ્રાહક તરીકેના અધિકારો જાણવા જરૂરી છે

 • તમે કોઈપણ કંપનીનો કોઈપણ પ્રકારનો વિમો ઉતરાવો છો અથવા તો તમારા વતી કોઈ કંપની કે સરકાર વીમો લે છે ત્યારે તમે વીમેદાર તરીકે જે તે કંપનીના ગ્રાહક બનો છો અને માટે વીમા કંપની સાથે ગ્રાહક તરીકે તમારા અધિકારો ફરજો અને અન્ય વિગતો જાણી લેવી જરૂરી છે.
 • શું તમે કોઈ જીવન વીમો, તબીબી (મેડીક્લેમ) વીમો, મોટર વાહન વીમો, ગૃહ ઉપયોગી વસ્તુઓનો વીમો, આગ અને પૂર સામે વિમો ઉતરાવેલ છે અને વીમાકંપનીએ વીમાક્લેમ નામંજુર કરેલ છે ?
 • શું તમારી પાસે વીમા કંપનીઓને વશ થયા વગર કોઈ બીજો વિકલ્પ નથી ?
 • તો વીમા કંપનીઓને વશ થવાની જરૂર નથી જાગૃત બનો. તમારે જે શરતોનું પાલન કરવાનું છે તે બાબતોની પૂરતી કાળજી રાખો તો પછી તમે વીમા કંપનીઓ સામે પુરતી લડત આપી શકશો અને તમારે લેવાના થતા પુરેપુરા નાણાં લેતા તમને કોઈ રોકી શકશે નહીં જો તમે બધી શરતોનું પાલન કરેલ હશે તો કાયદો તમને અવશ્ય મદદ કરશે.
 • સામાન્ય રીતે ગ્રાહકે વીમો લેતી વખતે વીમા કંપની ઉપર ખૂબ જ વિશ્વાસ રાખવો પડે છે વીમા કંપનીના એજન્ટ વીમો ઉતરાવવા માંગતી વ્યક્તિને પોલીસીની વિગતો, આવરી લેવાતા  જોખમો, પ્રીમિયમની રકમ, પોલિસીની રકમ, જણાવે છે અને લગભગ કોરા છાપેલા ફોર્મ પર અરજદારની સહી મેળવે છે આ ફોર્મ પાછળથી ભરવામાં આવે છે ઘણીવાર તો દાવાઓ રજુ કર્યા બાદ ભરવામાં આવે છે તેનાથી બધા માહિતગાર છે
 • ઘણા દાખલાઓમાં વીમા કંપની દાવેદારોનાં ક્લેઇમ વાજબી કારણ વગર નામંજૂર કરી વીમેદાર ગ્રાહકને રખડતા કરી મૂકે છે અથવા મંત્રણા દ્વારા પતાવટ કરવા માટે બોલાવે છે અને દાવાદાર કાયદેસર રીતે મળવાપાત્ર હોય તે કરતાં ઘણી ઓછી રકમનો પ્રસ્તાવ મૂકે છે. વીમેદાર વીમાની પૂરેપૂરી રકમ લેવા માટે હકદાર હોવા છતાં કંપની કુલ દાવાની પતાવટ માટે તેને સૂચવેલી શરતો સાથે કબૂલ થવા દાવાદારને ફરજ પાડે છે.
 • ઘણી વખતે દાવાદાર તેના નાણાંકીય સંજોગો અને નાણાકીય ભીડના કારણે કંપની જે કંઈ પ્રસ્તાવ આખરે પતાવટ રૂપે મૂકે તે સ્વીકારે છે.
 • અરજદાર દાવાની પતાવટ માં પક્ષકાર હોવા છતાં વિના વિલંબે ગ્રાહક આયોગમાં જઈ શકે છે અને ગ્રાહક આયોગ તેને રાહત આપી શકે છે.
 • અરજદારે છાપેલા કોરા ફોર્મ પર સહી કરવી જોઈએ નહીં કેમકે ફોર્મમાં ભરેલી વિગતો જ માન્ય ગણવામાં આવે છે.
 • વીમા પોલિસી સાચવીને રાખો
 • વીમા કંપની દ્વારા જે કોઈ પેમ્પલેટ બ્રોસર કે અન્ય કોઇપણ માહિતી દસ્તાવેજો આપવામાં આવેલ હોય તે સાચવીને રાખવા જોઈએ

:: વીમેદાર ગ્રાહક આટલી કાળજી અવશ્ય લે ::

જો જીવન વીમા હોય તો –

એ.     ગ્રાહકે આરોગ્યની સાચી સ્થિતિ જણાવવી જોઈએ

બી.     ગ્રાહકે ભરેલા અરજી ફોર્મ અથવા દરખાસ્ત ફોર્મ અને ડોક્ટરના તપાસના અહેવાલની ઝેરોક્ષ     નકલ રાખવી જોઈએ.

સી.     ગ્રાહકે સમયસર પ્રીમિયમ ચૂકવવું જોઈએ અને પ્રીમિયમ ચૂકવ્યા ની પહોંચ સાચવીને રાખવી     જોઇએ.

ઇ.      વિમેદારનું બંધ રેલ્વે ફાટક ઓળંગતી વખતે અકસ્માતમા મૃત્યુ થાય તેવી બાબતમાં કંપની,       વિમેદારે ઇરાદા પુર્વક જાતે ઇજા પહોંચાડી છે અથવા આપઘાત કરવાનો પ્રયાસ પ્રયાસ કર્યો છે   તેવુ સાબિત ન કરી શકે તો તે અકસ્માતનો લાભ આપવા જવાબદાર છે.

એફ.    ન જણાવેલા રોગ અને મરણ ના કારણ વચ્ચે કોઈ સંબંધ ન હોય ત્યારે વીમા કંપની વિમો       ઉતરાવેલ રકમ ચૂકવવા જવાબદાર છે આરોગ્ય અંગે મહત્વની માહિતી છુપાવવાના કારણસર    દાવાનો અસ્વીકાર કરવાનો ટકી શકે તેમ નથી કંપની ઉતારેલ વીમાની રકમ ચૂકવવા     જવાબદાર છે.

જી.     એજન્ટની ભૂલ કે એજન્ટના છુટા થવાના કારણે વીમા કંપની વીમેદારનો ક્લેઇમ નામંજૂર કરી    ન શકે.

:: મેડીક્લેમ એટલે કે તબીબી દવા નો વીમો હોય તો ::

 • સામાન્ય રીતે જીવન વીમો અને તબીબી વીમાની પોલિસીનો પ્રકાર લગભગ સમાન જ છે અને નિયત રોગ માટે હોસ્પિટલ ખર્ચ અને પ્રયોગશાળા ખર્ચ અંશત: આવરી લે છે તેમ છતાં તબીબી દાવા મેડીક્લેમ પોલિસી બધા રોગોને આવરી લેતી નથી આ પોલીસીમાં કેટલાક અપવાદો છે અને સામાન્ય રીતે આ પોલીસીથી અગાઉના (પ્રિ-એક્ઝીસ્ટિંગ) રોગ આવરી લેવાતા નથી.

:: તબીબી દવા પોલીસથી લેતી વખતે નીચેની સાવચેતી લેવાની રહેશે ::

 • આ પોલીસી થી કયા રોગ આવરી લીધેલ છે તેની ગ્રાહકે ખરાઇ કરવી
 • પોલીસથી જે રોગ આવરી લેવાયો હોય અને વધારે પ્રીમિયમ ભરવાથી અગાઉની સ્થિતિ આવરી લેવામાં આવશે એવું પોલિસીમાં દર્શાવ્યું હોય તો અગાઉની સ્થિતિ જાહેર કરવાનું સલાહભર્યું છે પોલીસી આ અગાઉના રોગને આવરી લેતી હોય અને પ્રીમિયમ વધારે હોય તે છતાં પોલીસી હેઠળ લાભ મેળવવા ગ્રાહકે અગાઉના રોજ જાહેર કરવાના રહેશે.
 • ગ્રાહકે બિલ અને પહોંચ જેવા તબીબી ખર્ચની સાબિતી રાખવી..
 • ગ્રાહકે હોસ્પિટલમાંથી છૂટા કર્યા તારીખ અને કેસ ના પેપર સાચવીને રાખવા જોઈએ.
 • ગ્રાહકે કોઈ પણ પોલીસે લેતા પહેલા તેની શરતો બરાબર ચકાસી લેવી અને તે જરૂરિયાતોને માફક આવે છે કે કેમ તે જોવું
 • દ્વિતીય અસ્થિભંગ માટે દાવો મળી શકે છે.
 • અગાઉના રોગ બાકાત રાખવામાં આવે છે ઇજા નહીં.
 • કંપની દાવો કરેલી રકમ ચૂકવવા જવાબદાર છે

:: વાહન વીમા અંગે ::

 • મોટર વાહન પૂરતી પોલિસીમાં ઉતરાવેલ વિમામાં મોટર વાહનની કિંમત આવરી લેવામાં આવે છે.
 • પોલીસી લેતી વખતે વાહનની કિંમત વધારે ઊંચી ગઈ હતી અને તેમના મતે બજાર કિંમત ઘણી ઓછી છે એવી વીમા કંપની દલીલ સામાન્ય છે પરંતુ આવી દલીલો ચાલી શકે નહીં.
 • અરજદારે દાવો રજુ કરવાનો હોય ત્યારે કોઈપણ જાતના અનુચિત વિલંબ વિના વહેલામાં વહેલી તકે વીમા કંપનીને અકસ્માત અંગેની માહિતી આપવાની ફરજ છે.
 • કરારમાં દર્શાવેલી કિંમતને અનુરૂપ પ્રીમિયમ સુધારીને ફરી જવું અને કહેવું કે કિંમત અતિશય છે તે કંપની માટે યોગ્ય નથી મોટર વાહન અધિનિયમ હેઠળ ત્રાહિત વ્યક્તિના જોખમ માટે વીમો લેવાનું ફરજિયાત છે. તેથી વાહનના દરેક માલિક માટે ત્રાહિત વ્યક્તિનાં જોખમને આવરી લેતી વાહન માટે ની પોલીસી હોવી જરૂરી છે. ત્રાહિત વ્યક્તિનાં જોખમ ઉપરાંત વધારાનો પ્રીમિયમ સૂકવવાથી બીજા જોખમ આવરી લેવાની પણ કંપની દરખાસ્ત કરે છે.

:: વાહન માટે પોલીસ લેતી વખતે નીચેની સલામતીની ખાત્રી કરવી ::

 • વાહનનાં કુલ વીમામાં બિનપગારી ડ્રાઇવર, વાહનના માલિક, વાહનના કબજેદાર, મજૂરો, વાહનને નુકસાન અને ત્રાહિત વ્યક્તિ ની મિલકતના નુકસાનને અમર્યાદિત રીતે આવરી લેવાય છે.
 • વાહનને પુરના દાવા માટે આવરી લેવા પ્રીમિયમ લેવામાં આવે છે. પૂરના સદર હેઠળના આવરણમાં ડૂબી જવાની બાબત આવરી લેવાતી હોવાથી પૂરની શકયતાવાળા વિસ્તારમાં ન હોય તેવા વાહન માટે પણ આ જોખમ આવરી લેવા પ્રીમિયમ ચૂકવવું સલાહભર્યું છે.
 • દાવો ન કર્યા બદલ બોનસના સદર હેઠળ પ્રીમિયમના અમુક ટકા દર વર્ષે માલિક માટે બોનસ તરીકે ગણવામાં આવે છે વાહનના માલિકે દાવો રજુ ન કર્યો હોય તો તે ચૂકવવાના પ્રીમિયમ માંથી રકમ બાદ કરવામાં આવશે બોનસની અધિકતમ મર્યાદા ૫૦% રહેશે તેથી જુજ ખર્ચ થયું હોય તેવા નુકસાન માટે કંપની પાસે દાવો મૂકવો નહીં કેમ કે આવા દાવા પછીના વર્ષો માટે ના દાવાના બોનસ ઉપર અસર કરશે.
 • એજન્ટને પ્રીમિયમ મળ્યું હોય અને અકસ્માત અગાઉ આવરણ નોંધ (કવર નોટ) આપવામાં આવી હોય એજન્ટને કરેલી ચુકવણી ખુદ વીમો ઉતારનારને કરેલી ચુકવણી બનતી હોઇ વાહન પોલીસીથી આવરી લેવાય છે.
 • ચેકથી ચુકવણી સ્વીકારવામાં આવે તો તે કાયદેસર ચુકવણી બને છે આવરણ નોંધ આપવામાં આવતા વાહનને વિમો ઉતરાવેલ માની લેવામાં આવે છે કંપની દાવો પતાવવા બંધાવેલ છે.
 • પોલીસી કાઢી આપતી વખતે 10% ઘસારો ગણતરીમાં લેવામાં આવતો હોવાથી અને પ્રીમિયમ તદ્દનુસાર લેવાતો હોવાથી કંપની ઘસારાનો દાવો કરી શકે નહીં
 • ડ્રાઈવરને વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાઇસન્સની ખરાઇ કરવાની રહેશે રિન્યુઅલ ની તારીખની ખરાઇ કરતી વખતે રિન્યુઅલ તારીખ રાતના ૧૨ વાગ્યાથી શરૂ થાય છે તે યાદ રાખવું જોઈએ
 • પોલિસીના ભંગ અને અકસ્માત વચ્ચે કોઈ સંબંધ ન હોય ત્યારે કંપની દાવાની પતાવટ કરવા જવાબદાર છે
 • હળવા મોટર વાહન ચલાવવા માટે લાયસન્સ ધરાવતા ડ્રાઇવર ભારે માલવાહક વાહન ચલાવી શકતા નથી તેથી ભારે માલવાહક વાહન ચલાવવા માટે હળવા મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતા ડ્રાઈવરને ચલાવવા આપવું નહીં
 • માલવાહક વાહનના માલિક અથવા ડ્રાઈવરે તે વાહનમાં પ્રવાસ કરવા ઉતારુઓને લેવા નહીં આવા ઉતારુઓ પોલીસથી આવરી લેવાતા નથી.
 • વાહન વેચવામાં આવે તો પોલીસી વાહન ખરીદનાર ના નામે તબદીલ કરવામાં આવે છે તેમ છતાં વિમો ઉતરાવેલ વ્યક્તિ જૂનું વાહન વેચ્યા બાદ અન્ય વાહન ખરીદવા માંગતા હોય તો નવા વાહનના વીમા પેટે ચૂકવવાના પ્રીમિયમ બદલે તેને દાવો ન કર્યાનું બોનસ જમા આપી શકાય.

:: જો ગૃહ ઉપયોગી વસ્તુઓ નો વિમો ઉતરાવેલ છે તો ::

 • દરખાસ્ત ફોર્મ માં ગ્રાહક વીમો ઉતરાવવા માંગતા હોય તે તમામ બાબતો લખવી.
 • વસ્તુઓની સાચી કિંમત લખવી.
 • વસ્તુઓ, કીમતી રાચરચીલાના બિલો રાખવા.
 • કોઈ દાવો ઉભો થાય તો વસ્તુ અને મિલ્કતને કોઈ નુકસાન કે હાનિ પહોંચ્યાની કંપનીને તરત જાણ કરવી.
 • ગુમ થયેલી અથવા નુકસાન પામેલી વસ્તુઓ કે કીમતી રાચરચીલા ની વિગતો તેમજ માલની કિંમત દાવા (ક્લેઇમ) ફોર્મમાં આપવી.
 • ગ્રાહકે દરખાસ્ત ફોર્મ,  પોલીસી અને દવાના ફોર્મની નકલ સાચવી રાખવી

:: કુદરતી આપત્તિ અંગેનો વીમો ઉતરવેલ છે તો ::

 • કુદરતી આપત્તિ અંગેની પોલીસી બાબતમાં જોખમથી આવરી લેવાતી વસ્તુઓ અને તેનો વિસ્તાર સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ.

:: વીમા કંપનીની જવાબદારી ::

 • કેસના સંજોગોને આધારે વીમા કંપની માટે યોગ્ય સમયની અંદર દાવાની રકમ ચૂકવવાનું  ફરજિયાત છે અને આદેશાત્મક છે. દાવાની પતાવટમાં અનુચિત વિલંબ થાય તો તે સ્વયં કંપનીની સેવામાં ઉણપ છે એ સાબિત કરવાનું કારણ છે.
 • કેટલાક સંજોગોમાં પ્રથમ તપાસનિશ (સર્વેયર) નો અહેવાલ વીમા કંપનીઓ માટે પ્રતિકૂળ હોવાથી વીમા કંપની ઉપરાછાપરી તપાસનીશ નિમ્યા કરે છે. તેવી રીતે વીમા કંપની ઉપરાછાપરી તપાસનિશ નિમિ દાવાને સમયમર્યાદા બહારનો બનાવી ન શકે.
English Gujarati Hindi
Supportscreen tag