:: શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રાહક સુરક્ષા ::

આજકાલ શિક્ષણ ઝાઝા પૈસા કમાવાનો ધંધો બની ગયો છે. અત્યાર સુધી શિક્ષણ મુખ્યત્વે સરકાર હસ્તક હતું પાછળથી ખાનગી સંચાલકોએ અમર્યાદિત નફો મેળવવાના ઇરાદાથી ઘણી સંસ્થાઓ સ્થાપી છે જે સરકાર સંચાલિત શાળાઓ અને કોલેજો કરતાં ઘણી વધુ છે આ સંસ્થાઓ દ્વારા ફરજિયાત દાન ઉપરાંત માથાદીઠ ફી ના નામે મોટી રકમ વસુલ કરવામાં આવે છે ઘણી સરકારી સંસ્થાઓમાં શિક્ષકોનું ધોરણ જોઈએ તે કક્ષાનું ન હોવાથી મોટાભાગના લોકો પોતાના બાળકોને સહાયિત કે બીન સહાયિત ખાનગી સંસ્થાઓમાં શિક્ષણ મેળવવા મોકલે છે. અને આ ખાનગી સંસ્થાઓ યુવાનને રોજગાર આપીને અને વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળી ને વધુ સંભાળ રાખે છે તેમાં શક નથી પરંતુ કાળજીપૂર્વકની તપાસ કરતાં જણાશે કે ઘણી સંખ્યા ધરાવતી આ સંસ્થાઓ કે જે વાલીઓને આકર્ષે છે અને ધંધો વિકસાવવા નીતિમત્તાને અને પાયાના સિદ્ધાંતોને નેવે મુકે છે તેઓ ધંધાની ગેરવાજબી રીતો અપનાવે છે શિક્ષણને પ્રોત્સાહન આપવા કરતા નફો રળવાનો તેમનું મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.  શાળાના સંચાલન માટેની સેવાઓ બદલ ગ્રાહકો ચૂકવણી કરે છે ત્યારે વચનબદ્ધ સેવાઓ પૂરી પાડવા તેઓ બંધાયેલા છે અને તેમાં તે નિષ્ફળ જાય ત્યારે તે સેવા ની ખામી તરીકે ગણવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કે જે ગ્રાહકો છે તેમની પાસેથી ફી વસૂલ કરે છે અને તેથી તેઓ સેવામાં ખામી બદલ વળતર ચૂકવવા જવાબદાર છે.

:: સેવાઓની ખામી ::

 • લાયકાત વિનાના શિક્ષકો અને અધ્યાપકોને નોકરીમાં રાખવા, લાયકાત વિનાના શિક્ષકો રોકવાથી અને અપૂરતી અથવા ભલામણ કરાયેલ પુર્વ જરૂરીયાતો પૂરી પાડવાની અશક્તિને કારણે સંસ્થા ભારે મુશ્કેલીમાં મુકાશે આને સેવામાં ખામી ગણવામાં આવે છે તે માટે સંચાલક સામે ફરિયાદ કરી શકાય.
 • અમાન્ય શાળા-કોલેજ ચલાવવી –
 • ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે સરકારને નિયમો અને કાર્ય પદ્ધતિ નિયત કરી છે તેમાંની કેટલીક શાળાઓને સરકાર સહાય કરે છે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ચોકસાઈ કરવી જોઈએ કે, આ સંસ્થાઓને માન્યતા મળેલ છે કે કેમ ? અને તેઓ આપે છે તે ડિગ્રી સર્ટિફિકેટો માન્ય છે કે કેમ ? આવી સંસ્થાઓ ફૂટી નીકળે કે તરત સંબંધિત સરકારી ખાતાએ કડક પગલા લેવા જોઈએ. સરકારી ખાતા ઘણા મોડે મોડે જણાવે છે કે સંસ્થા માન્ય નથી અને તેથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે દાખલ કરવા દેવામાં આવશે નહીં આવી પરિસ્થિતિમાં સરકારી ખાતા દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવે તો વધુ સમય ગુમાવ્યા વિના વિદ્યાર્થીઓને આવી સંસ્થાઓ છોડવામાં મદદરૂપ બને. વિદ્યાર્થીને આખું વર્ષ અભ્યાસ કર્યા પછી તેને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે અથવા તે પરીક્ષામાં બેસી શકે નહીં તેવું કહેવામાં આવે તો એથી ભારે નુકસાન અને મુશ્કેલી ઊભી થશે આવી મુશ્કેલી પરિસ્થિતિ ટાળવા માટે સંબંધિત દરેક વ્યક્તિએ ત્વરિત પગલાં ભરવા જોઇએ
 • લાઈબ્રેરી પ્રયોગશાળા મકાન ફર્નિચર રમતગમતનું મેદાન જેવી અપૂરતી પૂર્વ જરૂરિયાત સુવિધા કેટલીક સંસ્થાઓમાં તેઓ અપનાવેલા અભ્યાસક્રમ મુજબ કરેલો અથવા ધોરણસરનો અભ્યાસ ક્રમ હોતો નથી, શિક્ષણ ઘણું નબળું હોય છે, કેટલીક વખત રાહ જોયા પછી વિદ્યાર્થીઓને સમજાય કે અપેક્ષા પ્રમાણે કોઈ જ્ઞાન મેળવ્યા સિવાય તેમનો સમય વેડફાય છે વાલીઓ અથવા વિદ્યાર્થીઓ તેમના છોકરા કે છોકરીને ઉઠાવી લેવા સંસ્થાનો  સંપર્ક સાધે છે ત્યારે સંસ્થાઓ વાંધો લે છે અને ટ્રાન્સફર સર્ટીફીકેટ તેમજ વર્તણૂકનું પ્રમાણપત્ર માંગ્યા પ્રમાણે આપતા નથી તેમજ અનામતની રકમ પરત કરવાનો ઈનકાર કરે છે. આવી સંસ્થાઓએ જાણી લેવું જોઈએ કે તેઓ અનામત ની રકમ અટકાવી શકે નહીં
 • કેટલાક કેસોમાં સંચાલકો આખા વર્ષની ફી અગાઉથી વસૂલ કરે છે અને વિદ્યાર્થી જ્યારે સંસ્થા છોડવા ઇચ્છે ત્યારે તેઓએ વસુલ કરેલ ફી પરત કરવાનો ઈનકાર કરે છે વિદ્યાર્થીઓ વચ્ચે શાળા છોડી જાય ત્યારે આખા વર્ષ માટે ની ફી રાખવા પાછળ કોઈ વાજપીપણું નથી વધુમાં વધુ તે વિદ્યાર્થીએ ગાળેલા દિવસોના પ્રમાણમાં અથવા શાળા કે કોલેજમાં વિદ્યાર્થીએ ટર્મનો જેટલો ભાગ ગાળયો હોય તેટલી ટર્મ પૂર્તિ ફી રાખી શકે છે સંચાલકોએ જાણવું જોઈએ કે તેમણે ભારે વળતર ચૂકવવું પડી શકે છે.
 • સંચાલક અમાન્ય શૈક્ષણિક સંસ્થા ચલાવે એ કેસમાં વિદ્યાર્થીઓ આખું વર્ષ અથવા થોડા વર્ષ ભણવા જતા પરીક્ષામાં બેસવાને પાત્ર બનતા નથી આના માટે સંસ્થાને જવાબદાર ગણી શકાય.
 • કેટલીક સંસ્થાઓ તાલીમનો સમય પૂરો થતાની સાથે ભારતમાં કે અન્ય દેશમાં નોકરી આપવાના વચનો આપે છે તેઓ અસાધારણ ફી વસૂલ કરે છે વિદ્યાર્થીઓ તાલીમ પૂરી થયા પછી સરસ નોકરીની ઘેલી આશા રાખે છે આવી સંસ્થાઓમાં જોડાઈ આખરે નિરાશ થાય છે અને વચન આપ્યા પ્રમાણેની તાલીમ કોઈ ઉપયોગમાં આવતી નથી અને નોકરી પણ ખોટી જ હોય છે ધંધાની અથવા ગેરવાજબી ધંધાની રીતોનો આ બધા સ્પષ્ટ કિસ્સાઓ છે અને વિદ્યાર્થીઓને થયેલા નુકશાન માટે તેઓ ફરિયાદને પાત્ર છે કોઈ કેસમાં વિદ્યાર્થી માન્યતા વિના ઇરાદાપૂર્વક ચલાવાતી આવી સંસ્થાઓ પાસેથી પર્યાપ્ત વળતર મેળવવા હકદાર બનશે.
 • કેટલીક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને પૂરા કરેલા અભ્યાસક્રમ માટે કામચલાઉ પ્રમાણપત્રો આપવામાં થતા વિલંબથી બીજી ઉચ્ચ અભ્યાસક્રમો ના શૈક્ષણિક વર્ષ માટે વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી સંસ્થાના સંચાલક પક્ષે રાખેલ બેદરકારીથી વિદ્યાર્થીઓની તેજસ્વી કારકિર્દી બરબાદ થાય છે
 • પરીક્ષા માટે હોલ ટિકિટ નહીં આપવાથી એ વર્ષનું નુકસાન થાય છે અને તે સેવામાં ખામી બને છે
 • અભ્યાસક્રમ પૂરો કર્યો હોવા છતાં કહ્યા પ્રમાણે પ્રત્યક્ષ તાલીમ આપવામાં ના આવે ત્યારે તે સેવાઓની ખામીઓ અને સ્પષ્ટ બને છે
 • સુવિધા પૂરી પાડવાના વચનો આપીને સંસ્થાઓ ફી વસૂલ કરે છે આવા કિસ્સામાં સંસ્થા આપેલ વચન મુજબની સુવિધા પૂરી પાડવા બંધાયેલ છે સંચાલક પક્ષે તે બાબતમાં કરાતી ચુક સેવા ની ખામી બને છે અને સંચાલક વળતર ચૂકવવા પાત્ર બને છે.
 • જ્યાં રહેવાની સગવડ અપાતી હોય તેવી નિવાસી શાળાઓમાં આરોગ્યપ્રદ ખોરાક આપવાની સંસ્થાની જવાબદારી બને છે બેદરકારીના કારણે ખોરાકી ઝેરી બનવાના કિસ્સામાં સંસ્થાને તેના પરિણામો ભોગવવા પડી શકે છે.
 • વિદ્યાર્થીઓના પરિવહન માટે કેટલીક સંસ્થાઓ ખાનગી બસ રાખે છે ડ્રાઇવરની બેદરકારીના કૃત્ય માટે બીજાની જવાબદારી ને બદલે સંસ્થા જવાબદાર બને છે.
 • અમુક સંજોગોમાં ભયજનક ગણાતા અગ્નિ, પાણી તથા વીજળી સંબંધમાં નાના શિશુઓ અને ખાસ કરીને પાંચ વર્ષથી નીચેના વયના બાળકોની વધુ સંભાળ રાખવી જોઈએ બાળકની સંભાળ રાખવા કોઈ છોકરી/બાઈ રોકવામાં આવે ત્યારે બાળક પર સતત તકેદારી રાખવી તેઓને થોડા સમય પૂરતા પણ એકલા ન રહેવા દેવા અન્યથા ભયજનક સ્થિતિ બની શકે તેથી શૈક્ષણિક સંસ્થાઓને સેવા માં ખામી ટાળવા ઇચ્છતી હોય તો તેમના માટે સાવધાન રહેવાનું અને નિયમો તથા કાર્યપદ્ધતિ નું પાલન કરવાનું ફરજીયાત છે.
 • અમુક કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ નિભાવ પેટેની ફી વસૂલ કરે છે પરંતુ વસૂલ લીધેલ નાણાંની પાવતી કે રસીદ આપતી નથી આવા સંજોગોમાં શૈક્ષણિક સંસ્થાઓ ઉપર ફરિયાદ કરી શકાય.
 • જો કોઇ શૈક્ષણિક સંસ્થા સમયસર પરીક્ષાનો બેઠક નંબર ન આપે અને વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવાની પરવાનગી ન મળે તો તે તેવામાં ખામી બને છે અને વિદ્યાર્થી ગ્રાહક શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરી શકે છે.
 • શૈક્ષણિક સંસ્થા ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવા માટેની ફી વસુલ લઈ શકે નહિ જો તેઓ આમ કરતા હોય તો તે અનૈતિક વેપાર પદ્ધતિ અને સેવામાં ખામી છે

:: આપે જાણવું જોઇએ કે…..::

 1. શૈક્ષણિક સંસ્થા દ્વારા જાહેરાતોમાં કરવામાં આવતાં ગેરમાર્ગે દોરનારા દાવાઓની કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ અને તેની પાછળ છુપાયેલો અર્થ શોધી કાઢવાનું. કોર્સની અધિકૃતતા ની અને જે તે સંસ્થા દ્વારા આપવામાં આવતા વચનોની ચકાસણી કરવાનો સમય પાકી ગયો છે જેથી ભોળા વિદ્યાર્થીઓ છેતરાઈ ના જાય.
 2. ચૂકવવામાં આવતી રકમ અને વિભાજન તેના ભાગો અને પ્રકૃતિ જેમકે સ્થાપિત અને વધઘટને પાત્ર કિંમતો અને પરત મળવાપાત્ર રકમો ઈત્યાદિની શરૂઆતમાં જ સ્પષ્ટતા મેળવી લેવી.
 3. જો વિદ્યાર્થી સત્રની અધવચ્ચેથી સંસ્થા છોડવાનો નિર્ણય લે કે કોઈ અંગત કારણોસર ફી ભરી દીધા બાદ સંસ્થામાં જોડાયા ન હોય તો આવા કેસમાં વિદ્યાર્થીએ સંસ્થાની ખામીઓ કે ત્રુટિઓ ના પુરાવા આપવા પડે.
 4. જુદા જુદા માપદંડો અનુસરવામાં આવે છે તેના પુરાવા અથવા માર્કશીટ આપવામાં ભેદભાવ આચરવામાં આવ્યો છે અને બેઠક નંબરો અથવા પ્રવેશ પત્ર આપવામાં પક્ષપાત રાખવામાં આવ્યો છે તેના પુરાવા રજૂ કરવા પડે.
 5. શરૂઆતમાં રજિસ્ટ્રાર પાસેથી મૌખિક પુછપરછ કરવામાં આવી હોય અથવા કોઇ પણ અધિકારી પાસેથી માર્કશીટ ની પરિસ્થિતિ અંગે મૌખિક પૂછપરછ કરી હોય તો તેની પહોંચ મળી શકે તેવા રજિસ્ટર્ડ પત્રથી આ તમામ જાણકારી લેખિતમાં મેળવવી જોઈએ.
 6. વાલીઓએ મહત્વની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેમના સંતાનો પર ચકોર નજર રાખવી અને તેમની લાગણીઓની સતત કાળજી પણ લેવી આજના સમયમાં પરીક્ષામાં અસાધારણ પરિણામો મેળવવા ઘણું જ કપરું અને સ્પર્ધાત્મક કામ છે સંતાનો ને જે સંસ્થા માં દાખલ કરવામાં આવે છે તે સંસ્થાઓ પૂરતી કાળજી ન લેતી હોય તેવું પણ બની શકે.
 7. વિદ્યાર્થીઓએ ગમે તે સંસ્થામાં નાણાં ભરતા પહેલા તે સંસ્થા રાતોરાત ઉઠામણું કરીને રફુચક્કર થઈ જતાં કોચિંગ ક્લાસ જેવી તો નથી તેની ખાસ ચકાસણી કરી લેવી આવી સંસ્થા નો એકમાત્ર લક્ષ્ય નાણાં પ્રાપ્ત કરીને રાતોરાત તાળાં મારી ના લઈને ભાગી જવાનું પણ હોય છે.
 8. વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આકર્ષિત કરવા ઘણા બધા કોમ્પ્યુટર અભિમુખ કોચિંગ ક્લાસીસ તેમને જાહેરાતોમાં ગેરમાર્ગે દોરતા નિવેદનો આપે છે તેમાં કોર્સ પૂરો કર્યા પછી સહયોગીની મદદથી વિદેશમાં કામગીરીને તકના નો સમાવેશ થાય છે અને જૂજ સંસ્થાઓ આવું વચન પાળે છે.
English Gujarati Hindi
Supportscreen tag