ગ્રાહક તકરારનું સમાધાન

:: ગ્રાહક માટે પૈસા સામે પૂરું વળતર મેળવવાના ઉપાયો અને ગ્રાહક તકરારનું સમાધાન ::

ભારતમાં ગ્રાહકો અસંખ્ય સમસ્યાઓ નો સામનો કરે છે. મોટાભાગનાં ગ્રાહકો પૈસા ખર્ચતા પહેલા ચીજ વસ્તુ/સેવાઓનું મૂલ્ય, તેની ઉપયોગિતા અને ગુણવત્તા બાબતે કાળજીપૂર્વક વિચારતા નથી. આના લીધે એવું પણ બને છે કે, કોઈ પણ ચીજવસ્તુની ખરીદી કરે પછી ઘણી બાબતે મુશ્કેલીનો સામનો કરે છે. જેવી કે વસ્તુ પાછી આપવાની અથવા તેને બદલવાની, તેની સામે બીજી વસ્તુ લેવા માટે માંગણી કરે છે. પરંતુ દુકાનદાર તેમની ફરિયાદ સ્વીકારતા નથી. જો કંપનીની વસ્તુ હોય તેવી કંપનીના ફરિયાદ વિભાગ માં લેખિત રાજુવાત કરવાં છતાં તેનું સુખદ પરિણામ આવતું નથી. તેઓની ફરિયાદની કોર્ટમાં લાંબા સમય સુધી મુદતો પડ્યા કરે છે. આ કારણે ખૂબ જ જરૂરી છે કે ગ્રાહકો પોતે જાગૃત પોતે જાગૃત થાય અને નીચે મુજબના સૂચનો પ્રમાણે પોતાની ખરીદી કરવાની પદ્ધતિ વિકસાવે અને નાણાંનું મહત્તમ મૂલ્ય મેળવે.

વેપારીના પ્રલોભન કે દબાણથી વગર વિચાર્યે ખરીદી ન કરો. અગાઉથી નક્કી કરો કે ચોક્કસ શું જોઈએ છે ? અને શું તમને પોસાઈ શકે છે ?
વિક્રેતા કંપનીની શાખ તપાસો અને ભૂતકાળમાં ગ્રાહકોને સંતોષકારક સેવા આપી જરૂર પડી ત્યારે મારી બદલી આપ્યો છે કે કેમ તેની જાણકારી મેળવો.
ચીજ વસ્તુ કે સેવા ખરીદી મેળવી હોય તો તેને પૈસા ભર્યાની પહોંચ મળવો કે જેમાં તે લીધા ની તારીખ સરનામું અને ચૂકવાયેલી રકમ અને વેપારીની સહી પણ હોય.
માલસામાન સાથે હતા બધા દસ્તાવેજો મેળવો જેવા કે ભાવ પત્રક માહિતીપત્રક પેકિંગ માં વપરાતો સામાન જો ગેરંટી વોરંટી કાર્ડ હોય તો તે જો માલપર સૂચનાઓ આપેલી હોય તો તે વગેરેના દસ્તાવેજો બધા કરારો રદ થયેલ ચેક માલિકી ખતની પુસ્તિકાઓ અને વોરંટી ના દસ્તાવેજો વિગેરે સાચવી રાખો.
ધુતારાઓ અને લેભાગુ વેપારીઓથી સાવધ રહો અને લોકોને છેતરતા દુકાનદારો પાસેથી માલ લેવાનું ટાળો.
તમારી પોતાની ખરીદીની ટેવને ઝીણવટ પૂર્વક તપાસો અને આંખ મીંચીને ખરીદી ન કરિને સંયમ રાખો. ખરીદી કરતા અને સેલ્સમેન પર વિશ્વાસ કરતાં પહેલાં વસ્તુ અને વેપારીની શાખ ચકાશો અને માલ કે સેવા અંગે સંપૂર્ણ માહિતી મેળવવા માટે સમય લો. ખોટા તોલમાપ વપરાયાની શંકા હોય તો પહેલા આવા સાધનો ચકાસશો અને તમારી હાજરીમાં તોલમાપ કરાવો.
ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલ ગ્રાહક સંસ્થાઓ એજન્સી સાથે સહકારથી કામ કરવું જોઈએ તમને તત્કાલ અને સચોટ માહિતી આપવી જોઈએ જેથી તેઓ ગ્રાહકના શોષણ અને તેમની સાથે થતી છેતરામણી અંગે જાણી શકે અને પગલાં લઈ શકે.
બને ત્યાં સુધી ગ્રાહક સંસ્થા મારફતે ફરિયાદ મોકલવી જેથી વ્યક્તિ અને સંસ્થા બે સાથે મળીને કામ કરે તો પરિણામ ઝડપી અને સારું આવે છે તે ગ્રાહક તકરાર નિવારણ આયોગ અને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જવા કરતાં ઝડપી ઓછું ખર્ચાળ અને ઓછું મહેનત માંગી લેતું હોઈ શકે છે.

English Gujarati Hindi
Supportscreen tag