Case No. 760/44/2020

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાડા ગામ ના નાગરિક કલ્પેશભાઇ રણજીતભાઈ દેસાઇ ઍ ગુજરાતની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરીક ગ્રાહક સુરક્ષા મંડળ ને ઇમેલ દ્વારા ફરિયાદ મોકલી આપી.
ફરિયાદની વિગતો મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામા ગલેન્ડા ગામમા આવેલ ધનલક્ષ્મી ઇલેક્ટ્રોનિક ના સંચાલકે એમ.આર.પી. કરતા વધુ ભાવ લીધેલ. ગ્રાહકે ખરીદ કરેલ સગડીમા નાખવાની સ્પ્રિંગ ની એમ. આર. પી. 40/- રુ. હોવા છતા દુકાનદારે ગ્રાહક પાસે થી રુ. 60/- વસુલ લીધેલ.
ગ્રાહકે આ અનૈતિક વ્યાપાર પદ્ધતિ સામે આવાજ ઉઠાવ્યો અને છેલ્લા 17 વર્ષ થી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ નો સંપર્ક કરી પોતાની ફરિયાદ મોકલી આપી.
ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી લઈ સંસ્થાના મૅનેજિંગ ટ્રસ્ટી કિશોર દવેઍ ગ્રાહકની ફરિયાદ ભરૂચ જિલ્લાના મદદનિશ નિયંત્રકશ્રી કાનુની માપ વિજ્ઞાન તંત્ર ને મોકલી આપતા નિયંત્રકશ્રી ઍ તા. 22/12/2020 ના રોજ અનૈતિક વ્યાપાર પદ્ધતિ આચરનાર ધનલક્ષ્મી ઇલેક્ટ્રોનિકના સંચાલક ઉપર કાર્યવાહિ કરેલ છે.
આમ સંસ્થાના પ્રયાસોથી ગ્રાહકો સાથે ઉઘાડી લુંટ કરનાર વ્યાપારીને સબક મળેલ છે.

English Gujarati Hindi
Supportscreen tag