“લોકર”

“લોકર” ગ્રાહકની પ્રાથમિક જરુરિયાત અને તેનાં અધિકાર…

“લોકર” ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે.  આજે મધ્યમ વર્ગથી લઈને ધનિક વર્ગમાં લોકર  અનિવાર્ય બની ગયું છે. આ ક્ષેત્રમાં પણ હવે સ્પર્ધા થવા માંડી છે. વર્ષો પહેલા ફકત બેંકના લોકર પર ગ્રાહક વિશ્વાસ કરતો હતો અને તેનું ચલણ પણ ઓછું હતું. પ્રાચીનકાળની વાત કરીએ તો ત્યારે લોકરની સુવિધા ઉપલબ્ધ ન હતી,  સોના-ચાંદીના જાહેરાત હોય તે જમીનમાં દાટી દેવાતા હતા.  પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો અને આધુનિક યુગે જન્મ લીધો તેમ તેમ ઘણા પરિવર્તનો થયા.  આજે સ્થિતિ એ છે કે ગ્રાહકને બેંકિંગ ક્ષેત્રની તમામ પ્રકારની સુવિધા આસાનીથી ઉપલબ્ધ થઇ રહી છે જેમાં લોકર સુવિધા ગ્રાહક માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે.

આજે દેશમાં લાખો લોકર્સ હશે. જેમાં ગ્રાહકો અમુક રકમ ચૂકવી પોતાના અંગત દસ્તાવેજ, દાગીના મૂક્તા હશે. લોકર દરેક પરિવાર માટે સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે બેંકમાં લોકર ની પ્રથા ઘણી જૂની છે છેલ્લા ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં ખાનગી લોકરે પણ એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કર્યું છે આજે મોટા શહેરોમાં ઠેરઠેર ખાનગી લૉકર જોવા મળશે જોકે બેંકના લોકર કરતાં ખાનગી લોકર નું વાર્ષિક ભાડુ વધારે હશે. બેંકના લોકર મહદંશે પરિવાર પૂરતા સીમિત જોવા મળે છે પરંતુ ખાનગી લોકર જેની પાસે વધુ જોખમ હોય અને જેમને સવારે જોખમ લઈ જવાનું હોય અને સાંજે ફરી લોકરમાં મૂકવાનું હોય દાખલા તરીકે સુરતના હીરાબજારમાં ઘણા ખાનગી લોકરો છે.

નાના-મોટા વેપારીઓ રોજ લે-વેચ કરતા હોય છે આથી સવારે માલ કાઢે છે અને સાંજે ફરી લોકર્ની જરૂરીયાત ઉભી થાય તો પોતાની પાસે રહેલું જોખમ લોકરમાં મૂકી દે છે વેપારીઓ રોજનું ટર્નઓવર કરતા હોવાના કારણે લોકરના ભાડાની તેમને પરવા હોતી નથી પરંતુ બેંક માં આવતા ગ્રાહક મહદઅંશે દૈનિક આવતા નથી.

 • ઘણી બેંક લોકર માટે ફિક્સ ડિપોઝીટ આપવી પડશે અથવા હાલ લોકર ખાલી નથી તેવું કહે છે પરંતુ આવી સ્થિતિમાં લોકર ખાલી નહીં હોય ત્યારે બેંકે વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવું પડે છે અને ગ્રાહકને વેટિંગ નંબર પણ આપવો પડે છે
 • બેંકમાં ઉપલબ્ધ લોકરમાંથી 80% લોકર વહેલા તે પહેલા ના ધોરણે આપવા પડે છે
 • બેંક મેનેજર પોતાના વિશેષ અધિકાર દ્વારા પણ ખાતેદારને લોકર ફાળવી શકશે
 • લોકર ફાળવવાના નામે બેન્ક ફિક્સ ડિપોઝિટ માંગી શકે નહીં પરંતુ તે લોકરનું ત્રણ વર્ષનું ભાડું અને લોકર તોડવાના ખર્ચ બરાબર જેટલી રકમ માંગી શકે છે.
 • લોકર સુવિધા આપતી વખતે બેંક ગ્રાહક સાથે કરાર કરે છે આ કરારની એક નકલ બેન્કમાંથી જરૂર મેળવવી જેથી ભવિષ્યમાં બેંક સાથે કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો થાય ત્યારે આ નકલ કામ લાગશે.
 • ઘણીવાર બેંક લોકર આપતા પહેલા ખાતું ખોલાવવા માટે આગ્રહ કરે છે પરંતુ ગ્રાહક ઈચ્છે તો ખાતું ખોલાવી શકે છે પરંતુ ખાતું ખોલાવશો તો જ લોકર મળશે તેવું બેંક કહી શકે નહીં.
 • જો ગ્રાહકે એક વર્ષ સુધી પોતાનું લૉકર વપરાશમાં લીધું નથી તો બેંક ગ્રાહક પાસે તેનું કારણ જાણવા હકદાર છે. જો બેંક ગ્રાહકના જવાબથી સંતુષ્ટ નથી તો ગ્રાહક લોકરનું ભાડું સમયસર ભરતાં હોય તો પણ લૉકર ખોલવાનો બેન્ક ને અધિકાર છે.
 • લોકર્સની બધી ચાવીઓ પર બેન્ક અથવા શાખાનો કોડ નંબર હોવો જરૂરી છે.
 • જો બેન્કનો પ્રતિનિધિ ગ્રાહક પાસે લોકરની ચાવી માંગે છે તો ચાવી આપવી નહીં પોતાની હાજરીમાં જ બેંક લોકર ખોલાવવું.
 • બેંક વર્ષદર લોકરનુ ભાડું એડવાન્સ લઈ શકે છે.

ગ્રાહકનું નિધન થાય ત્યારે………

 1. બધા ગ્રાહકો માટે જરૂરી છે કે તે લોકર સુવિધા લેતા પહેલા વારસદાર નીમે.
 2. એક વખત વારસદાર નીમ્યા પછી પણ તમે તેને બદલી શકો છો.
 3. ગ્રાહકના નિધન પછી વારસદારે ગ્રાહકનું મૃત્યુ પ્રમાણપત્ર સાથે પોતાનું ઓળખકાર્ડ આપવાથી લોકર ઉપયોગ કરવાનો અધિકાર મળે છે.
 4. લોકર ધારક નું નિધન થઈ ગયા પછી પણ વારસદાર લોકર ચાલુ રાખવા માંગતા હોય તો બેંક અને ગ્રાહક વચ્ચે ફરીથી કરાર બનાવવામાં આવશે.
 5. સંયુક્ત લોકરના કિસ્સામાં એક વ્યક્તિનું નિધન થઈ જાય ત્યારે બેંક તેના વારસદાર અને બીજા લોકર ધારકને સંયુક્ત રીતે લોકર ઉપયોગ કરવા દેશે.
 6. લોકરધારકનું નિધન થાય ત્યારે તેના વારસદારને લોકરનો સામાન આપતી વખતે લોકરમાંથી બંધ કવર મળે છે તો બેંક અધિકારીઓને કવર ખોલીને જોવાનો અધિકાર નથી.
 7. જ્યારે તમે લોકો ઉપયોગ કરો છો ત્યારે તે રૂમમાં બીજો વ્યક્તિ હોવો જોઈએ નહીં પછી તે બેંક અધિકારી કે બીજા કોઈ લોકર ધારક પણ કેમ ના હોય.
 8. બધી બેંકોમાં ફરિયાદ પુસ્તિકા હોય છે ફરિયાદ હોય ત્યારે તેમાં એન્ટ્રી જરૂરથી પાડવી.

ગ્રાહક ઉપયોગી વિશેષ જાણકારી………..

બેંકની જવાબદારી છે કે લોકર ધારકને વારસદારની સુવિધાના ફાયદા માટે જાણકારી આપે.

લોકરનો ઉપયોગ કરતી વખતે મોબાઈલ બંધ રાખવો ધ્યાન ભંગ થશે તો લોકર ખુલ્લું રહી      જવાનો ભય રહે છે

તમે એક બાળકને પણ વારસદાર બનાવી શકો છો પરંતુ તે વારસદાર બાળક પુખ્ત ન થાય     ત્યાં સુધી કબજો મેળવવાના અધિકારી બનતો નથી. પરંતુ પુખ્ત ન હોય ત્યાં સુધી લૉકર નો      કબજો બાળકનાં માતા-પિતાને આપવામાં આવે છે

જે ગ્રાહકનું નિધન થાય વારસદાર પુખ્ત ન હોય અને વારસદારના પાલક બેંકનો સંપર્ક ન કરે   તેવા સંજોગોમાં લોકર તોડવાનો બેંકને અધિકાર છે. અને તેનો સર્વિસ ચાર્જ પણ ગ્રાહક પાસેથી   લઈ શકાશે

જો તમારા લોકર સાથે છેડછાડ કરવામાં આવી છે અથવા સામાન ખોવાઈ ગયો છે તો તુરંત      બેંક અધિકારી અને પોલીસને જાણ કરવી.  

લોકરની ચાવી બેંક અધિકારી અને ગ્રાહક બન્ને પાસે રહેલી છે અને લોકર બન્ને ચાવીથી ખૂલી     શકે છે પરંતુ બંધ માત્ર ગ્રાહકની ચાવીથી જ થાય છે.  

વધુ સુરક્ષા માટે ગ્રાહક બેંકના લોકર પર વધારાનું તાળું લગાવી શકે છે.  

સામાન્ય રીતે તોફાન વખતે, આગ લાગવી, લૂંટ થવી વિગેરે સ્થિતિમાં બેંકોએ વીમા કવચ        લીધેલું હોય છે તેમ છતાં જો બેન્ક લૉકરમાંથી કિમતી સામાન ગાયબ થઈ જાય છે ત્યારે બેંકો    પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતી હોય છે અને મોટાભાગે ખસી જાય છે. તેવી પરિસ્થિતીથી બચવા માટે જાગૃત રહી બેન્ક અને પોલીસ ને લેખિત ફરિયાદ અવશ્ય કરો.   

Helpline

 • જો બેંક અધિકારી જાણી જોઈને લોકર ના આપે ગ્રાહકની અરજી ના સ્વીકારી તેના પર વઈટીંગ નંબર ના પાડે અથવા કોઈ બીજી મુશ્કેલી ઉભી કરે તો બેંક મેનેજરને લેખિતમાં જાણ કરવી
 • જો ગ્રાહકની ફરિયાદ પર ધ્યાન આપવામાં ન આવે તો ત્રીસ દિવસ પછી બેંકના સીઇઓ અથવા ચેરમેન ને પહેલા કરેલી અરજીની કોપી સાથે ફરિયાદ મોકલી આપવી અથવા રૂબરૂ અરજી મળ્યાની સહી કે પાવતી લઈને અરજી આપવી.
 • કોઈપણ બેંકની ફરિયાદ ગ્રાહક બેન્કિંગ લોકપાલ ને પણ કરી શકાય છે જેનું સરનામુ નીચે મુજબ છે

બેન્કિંગ ઓમ્બડસમેન,

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
લા ગજ્જર ચેમ્બર આશ્રમ રોડ
અમદાવાદ

આ ઉપરાંત ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઇન 1800 233 0222 ઉપર પણ પોતાની ગ્રાહક સંબંધી  ફરિયાદ આપી શકે છે.

આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકાય છે.

ગ્રાહકોના હિતમાં
શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ,
રિસાલા જૈન મંદિર સામે, મુ. ડીસા જી. બનાસકાંઠા
વેબસાઇટ : – www.shreejagrutnagrik.org
Email : – shreejagrutnagrik@gamil.com
Mo. No. 9909464582, 8000361066

English Gujarati Hindi
Supportscreen tag