તાલિમ શિબિર અને કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ

બનાસકાંઠા જીલ્લા ના ગ્રાહકો માટે આશીર્વાદરુપ અને છેલ્લા 16 વર્ષ થી ગ્રાહક જાગૃતિ અને શિક્ષણ માટે કામ કરતી સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના કાર્યકર્તાઓનું દિપાવલિ સ્નેહ મિલન અને તાલિમ કાર્યક્રમ આજ રોજ શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ની રિસાલા બઝાર ખાતે આવે કચેરીએ યોજાયો હતો.
આ કાર્યક્રમ મા 32 વર્ષ થી ગ્રાહકો ની સુરક્ષા માટે કામ કરતા પી.વી. મુર્જાણિ, જાણિતા એડ્વોકેટ ગંગારામભાઈ પૉપટ, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ કિશોર દવે, મંત્રી પ્રિતેશ શર્મા, કમલેશ ઠક્કર, મુકુંદ મેહતા, કલ્યાણ દેસાઈ, પ્રહ્લાદ ઠક્કર, વિષ્ણૂ પ્રજાપતિ સહિત ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમ મા 32 વર્ષ ગ્રાહકો ને જાગૃત કરવા અને ગ્રાહકો ને ન્યાય અપાવવા પ્રયાસરત ગ્રાહક ચળવળકાર પી. વી. મુર્જાણિ ઍ કાર્યકર્તાઓ ને વિવિધ કેસો ના અનુભવ કહ્યા હતા તેમજ તોલમાપ અને ખોરાકમા ભેળસેળ કરવાની વિવિધ તરકીબો થિ માહિતગાર કરી તે અંગે સાવધાની રાખવા તાલિમ આપી હતી. આ ઉપરાંત પી વી મુર્જાણિ ઍ તાજેતર મા જ ભારત સરકાર દ્વારા બનાવેલ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 ના મુખ્ય બિંદુઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો.

 

English Gujarati Hindi
Supportscreen tag